માળિયાના હરીપર ખાતે સોમવારથી મોમાઈ પદયાત્રી સેવા કેમ્પ

- text


મોરબી : મોરબીના સેવાભાવીઓ દ્વારા આગામી તા.૧ ને સોમવારથી તા. ૬ સુધી માળિયાના હરિપર ખાતે માતાના પઢે જતા પદયાત્રીઓ માટે મોમાઈ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના સેવાભાવી જનકભાઈ લખતરિયા દ્વારા સતત ૧૯માં વર્ષે માતાના મઢે પગપાળા તેમજ વાહનમાં જતા યાત્રિકો માટે સુરજબારી પુલ પહેલા, માળીયા પોલીસ ચેક પોસ્ટ પાસે, કંડલા નેશનલ હાઇવે, હરિપર તા. માળીયા ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ તા. ૧ થી ૬ સુધી યોજાશે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ન્હાવાની, જમવાની તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે.

 

- text