માળીયા નજીક લૂંટના ઇરાદે યુવક પર ત્રણ શખ્સોનો બ્લેડ વડે હુમલો

- text


માળીયા : માળીયા નજીક ત્રણ શખ્સોએ યુવકને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવકે બુમાબુમ કરતા ત્રણેય શખ્સોએ બ્લેડ વડે હુમલો કરી દીધો હોવાથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા તાલુકાના પંચવટી ખીરઈ પાસે રેલ્વે ઓવરબ્રિજ પાસે સાંજના ૭: ૦૦ વાગ્યા આસપાસ ૩ અજાણ્યા શખ્સો દ્વારા મલેક હારુન રસીદ (ઉ.વ.૩૭) રહે. અમદાવાદ ,હાલ માળીયા વાળાને લૂંટી લેવાનો પ્રયાસ કરાયો હતો. આ યુવકે બુમાબુમ કરતા ત્રણેય શખ્સોએ મળીને તિક્ષણ હથિયાર બ્લેડ વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. યુવકને પ્રથમ માળીયા હોસ્પિટલ બાદ મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે.

- text

- text