હળવદમાં બજરંગ દળના હોદેદારો પર જીવલેણ હુમલો : અચોક્કસ મુદત માટે હળવદ બંધનું એલાન

બજરંગ દળના સંયોજક પર મુસ્લિમ શખ્સોનો તલવારથી હિચકારો હુમલો : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

(અતુલ જોશી, મેહુલ ભરવાડ)

હળવદ : હળવદના જંગરીવાસ વિસ્તારમા બજરંગદળના સંયોજક ભાવેશ ઠકકર સહીત બે વ્યક્તિ ઉપર જૂગરીવાસના મુસ્લિમ શખ્સૉ એ તલવારથી જીવલેણ હુમલો કરતા બે લોકોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે. આ સંવેદનશીલ ઘટના બાદ હળવદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે બજરંગ દળના હોદ્દેદાર અને કાર્યકર પર જીવલેણ હુમલાની ઘટના બાદ બજરંગ અને વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા આજ ગુરુવારથી અચોક્કસ મુદત માટે હળવદ બંધનું એલાન આપ્યું છે.

હાલતો મોરબી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હળવદ દોડી જઇ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બજરંગ દળના હોદેદારો પર થેયેલા હુમલની ઘટનાની મળતી વિગતો મુજબ જુની ચાલી રહેલી માથાકુટના સમાધાન માટે બજરંગદળ સંયોજક ભાવેશ ઠકકર સહીતના કાફલો આજે જંગરીવાસ ખાતે ગયો હતો. જ્યાં સમાધાન માટે થયેલી મીટીંગમા વાત વણસતા મુસ્લિમ જુથે તલવારથી હુમલો હુમલો કર્યો હતો.