પગાર વધારા સહિતના મુદ્દે મોરબી જિલ્લાના એનએચએમ કર્મચારીઓના ધરણા : કાલથી વધુ ઉગ્ર લડત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામગીરી કરતા એન.એચ.એમ.કર્મચારીઓ દ્વારા આજથી પગાર વધારો અને લોયલ્ટી બોનસ ચૂકવવા મામલે ધરણા કરવામાં આવી રહ્યા છે જો, તાકીદે પ્રશ્ન નહિ ઉકેલાય તો આવતીકાલથી આ લડતને વધુ ઉગ્ર બનાવવાની કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓને સરકાર દ્વારા ઠરાવ મુજબ લોયલ્ટી બોનસ અને પગાર વધારો ચુકવવામાં ન આવતા આજથી ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

- text

વધુમાં જો આવતીકાલ સુધીમાં સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની વાજબી માંગ પ્રત્યે ધ્યાન આપી પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો તા. ૧૮ મીથી ગાંધી ચીંધ્યા રાહે લડત શરૂ કરવાની ચીમકી એન.એચ.એમ. કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

- text