મોરબી : ઘરધણી સુતા રહ્યા અને તસ્કરો હાથ ફેરો કરી ગયા

- text


પચાસ હજાર રોકડા સહિત સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરાયા

મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર તસ્કરોએ ગઈકાલે રાત્રિના ઘરધણીને સુતા રાખી આરામથી લાખો રૂપિયાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા, જો કે આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ પર રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા જેમાં મૂળ ઓડિશાના બાલેશ્ચર જિલ્લાના વતની અને હાલ શોભેશ્ચર રોડ ઉપર પોતાની માલિકીના મકાનમા રેહતા રવીનારાયણન પુનચંદ્ર દાસ અગાસી ઉપર સુવા માટે ગયેલ હોય ત્યારે ઘર ના પાછળ ના દરવાજે તાળું તોડી પ્રવેશ કરી પચાસ હજાર જેટલી રોકડ રકમ તેમજ એક સોનાની વીટી તેમજ બે મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા. આ ઘટના મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

- text