મોરબીના લખધીરપુર રોડ પર સિરામિક ફેકટરીમાં પથ્થર મારો

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર સીરામીક ફેકટરીમાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ચાર શખ્સોએ પથ્થરમારો કરતા ગાર્ડ ઇજાગ્રસ્ત બન્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ લખધીરપુરરોડ સાવીયા સીરામીક મેઇન ગેઇટ પાસે (૧)ભીમા મોમૈયા કોળી તથા (૨)હમીર કોળી તથા (૩)હરખા કોળી તથા (૪)ભગવાનજી કોળી રહે. લખધીરપુર ખોડીયારપરા તા.જી. મોરબીવાળાઓએ સાવિયો સીરામીક કારખાનામા ગેરકાયદે પ્રવેશ કરતા હોવાથી તેમને અટકાવવવા માં આવતા પથ્થર મારો કર્યો હતો.

- text

આ પથ્થર મારામાં બ્રિજકિશોરસિંગ ભુવનસિંગ રાજપુત ઉવ.૫૬ રહે. સાવિયોસીરામીકની ઓરડીમા લખધીરપુર રોડ મોરબી મુળગામ નૌકાટોલા નવીબસ્તી તા.જયનગર જી. દેવરીયા ઉતરપ્રદેશને ઇજા પહોંચી હતી.

આરોપીઓએ એક સંપ કરી ભુંડાબોલી ગાળો આપી છુટા પથ્થરના ધા મારી ફરીયાદીને માથામા છુટા પથ્થરથી ઇજા કરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

 

- text