હળવદ : ભાજપ દ્વારા ગરીબ દર્દીઓને ફળફ્રુટ આપી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરાઈ

- text


હળવદ : હળવદની સરકારી હોસ્પિટલ ખાતે હળવદ ભાજપના આગેવાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પ્રસંગે ગરીબ પરિવારોને ફળફ્રુપ આપી ઉજવણી કરી હતી. જેમાં ભાજપના આગેવાનો સહિત કાર્યકરો જાડાયા હતા.

સમગ્ર દેશ સહિત રાજયભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૮ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે હળવદ ભાજપના આગેવાનો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ગરીબ પરિવારોને ફળફળાદી આપી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, વિજયભાઈ જાની, પાલીકા ઉપ પ્રમુખ જયેશ પટેલ, સતીષ પટેલ તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.કૌશલ પટેલ સહિત કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text