હળવદના મધ્યાન ભોજનના સંચાલકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

- text


વિવિધ પડતર માગણીઓને લઈ તા.ર૧/૯થી મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રાખી કાળી બાંધી વિરોધ નોંધાવાશે

હળવદ : તાજેતરમાં ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માગણીઓને લઈ રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ત્યારે આજે હળવદ શહેર અને ગ્રામ્યના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગણીઓને લઈ હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે જ ચિમકી પણ ઉચ્ચારાઈ છે કે, તા.ર૧ સુધીમાં જા માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રાખી કાળી પટી બાંધી વિરોધ નોંધાવાશે.

- text

હળવદ શહેર અને ગ્રામ્યના મધ્યાહન ભોજનના સંચાલકો પોતાની પડતર માંગોને લઈને હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યાનુસાર ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માગણી સમક્ષ તા.ર૧/૯ના રોજ કામ કરતા રસોયા તેમજ મદદનીશ ને ઓછુ વેતન અને નવું મેનું આવવાથી કામગીરીનું ભારણ વધી જતા અને જે હાલ વેતન મળે છે તે પણ અનિયમિત મળતું હોવાથી ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા તા.ર૧/૯થી મધ્યાહન ભોજન બંધ રાખવામાં આવશે તેમજ મધ્યાહન ભોજન કેન્દ્ર પર હાજર રહી કાળી પટી ધારણ કરી વિરોધ નોંધાવાશે. આ તકે વી.પી. સાધુ, એમ.એ. જાદવ, આર.યુ. ફકીર, જે.કે. ચાવડીયા સહિતના આ આવેદનપત્ર પાઠવવામાં જાડાયા હતા.

- text