વાંકાનેરના ઠીકરિયાળામાં ગાયને રોટલી ખવડાવવા જેવી બાબતે મહિલાનું માથું ફૂટ્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે ગાયને રોટલી ખવડાવવા જેવી બાબતમાં બોલાચાલી થતા એક શખ્સે મહિલાનું માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જયશ્રીબેન વીઠલભાઇ શાંતીભાઇ કોટેચા, ઉવ ૫૫, રહે. ઠીકરીયાળા તા. વાંકાનેર વાળાને જાદવભાઇ વાલાભાઇ ચૌહાણ, ઉવ ૫૮ રહે. ઠીકરીયાળી તા. વાંકાનેર વાળાએ શેરીમાં ગાય ને રોટલી નાખવા બાબતે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદી જયશ્રીબેનને લાકડી વતી કપાળ ના ભાગે તથા માથાના ભાગે ઇજા પહોચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરવા અંગે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


વાંકાનેરના વાલાસણમાંથી સગીરાનું અપહરણ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામેથી દલસુખભાઇ ભગાભાઇ કુલતરીયા જાતે દેવ ધંધો ખેતમજુરી રહે. વાલાસણ વાળાની સગીરવય ની દીકરીને અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જતા ગુન્હો નોંધાયો છે.


વાંકાનેરના તરકિયામાં ભેંસને કેમ સાઈડમાં નથી ચલાવતી કહી મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાઈ : એસ્ટ્રોસિટી

- text

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા વાલ્મિકી મહિલાને ભેસ સાઈડમાં ચલાવવા મામલે તરકિયા ગામના શખ્સે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ જામનગર અને હાલ વાંકાનેરના સમઢીયાળા ગામે રહેતા દીનાબેન સુરેશભાઇ ચૌહાણ, ઉવ ૨૮ ગઈકાલે પોતાની ભેંસ ચરાવી જતા હતા ત્યારે આરોપી પરેશભાઇ જેન્તીભાઇ બાવાજી તથા તેની સાથેની અજાણી મહીલા રહે. તરકીયા તા. વાંકાનેર વાળાઓએ ફરિયાદીના બહેન હીનાબેનને ભેંસો સાઇડ માં ચલાવવા બાબતે બોલાચાલી કરેલ અને ધર પાસે આવી ફરીયાદી ને તથા ફરીયાદી ની માતા ભાનુબેનને ગાળો આપી હતી.

આ ઉપરાંત આરોપી પરેશ અને તેની સાથે રહેલી મહિલાએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તારી દીકરી ને સમજાવી દે જે ભેસો સરખી ચલવી નીકળે તેમ કહી બોલાચાલી કરી છુટા પથ્થર ના ધા કરી ફરીયાદીને જમણા ગાલ પર ઇજા પહોચાડી તથા ફરીયાદીની માતાને પણ ગાલ પર લાફો મારી મુંઢ ઇજા પહોચાંડી જ્ઞાતી પ્રત્યે અપશબ્દો ઉચ્ચારી જ્ઞાતી પ્રત્યે હળધુત કરતા આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી. સેલ મોરબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 

- text