મોરબીમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ભાવભેર ઉજવણી

- text


શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશજીની આસ્થાભેર આરાધના

મોરબી : નાની વાવડી ગામે ભૂલકાઓએ બેસાડ્યા ગણપતિ
મોરબી : ઓ માય ફ્રેન્ડ ગણેશા તું રહેના સાથ હંમેશા… મોરબીના આઠ થી દસ વર્ષના ટાબરીયાઓએ સાથે મળી ગણેશોત્સવનું સુંદર આયોજન કરતા ભૂલકાઓ ના ગણપતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોરબીના નાની વાવડી ગામે બાલગોપાલ મંડળ દ્વારા પોતાની પોકેટમનીના પૈસાની બચત કરી વિઘ્નહર્તા દેવનું સ્થાપન કર્યું છે, ભૂલકાઓ દ્વારા ગણેશોત્સવ ઉજવવામાં આવતા નાની વાવડી ગામના લોકો તેમજ મોરબીથી પણ આ ગણપતિ બાપાના આયોજનને નિહાળવા લોકો આવી રહયા છે. બાલ ગોપાલ આયોજિત આ અનોખા ગણપતિ હોત્સવને સફળ બનાવવા રાજ, આર્યન, ઋત્વિક, હીત, ઉમંગ સહિતના બાળકો જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરબીના રાજનગરમાં બે ભાઈઓ દ્વારા ગણપતિ સ્થાપન : છેલ્લા સાત વર્ષથી કરે છે દુંદાળા દેવની આરાધના
મોરબી : મોરબીના પંચાસર રોડ પર રાજનગર સોસાયટીમાં બે ભાઈઓ દ્વારા છેલ્લા સાત વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરી રહ્યા છે અને આ વખતે આઠમા વર્ષે પણ વિઘ્નહર્તા દેવને બિરાજમાન કર્યા છે.પંચાસર રોડ પર નાની કેનાલ નજીક આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા વિવેક અને વિકાસ મનસુખભાઇ ભાટિયા દ્વારા પોતાના ઘેર સતત આઠમા વર્ષે ગણેશ સ્થાપન કરી સવાર – સાંજ ભક્તિ ભાવ પૂર્વક આરતી, પૂજન અર્ચન કરી રહ્યા છે.
ગણેશોત્સવના ભવ્ય આયોજનમાં દરરોજ સવારે સાંજ ભાવ પુવઁક આરતી કરવામાં આવે છે અને દસમા દિવસે દાદાનુ ભાવ પુવઁક વિસઁજન કરવામાં આવે છે. આ બન્ને ભાઈઓ એ ગણેશજી ની નાની એવી મુતિઁથી શરૂ કરેલ અને હાલ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના રણછોડનગરમાં નાનાભૂલકાઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન
મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા રણછોડનગરમાં નાના નાના ભૂલકાઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોએ કરેલા આ આયોજનને જાય મુરલીધર કા રાજા નામ અપાયું છે. જેમાં રોજ ધાર્મિક કાર્યક્રમ સાથે ભક્તિભાવ સાથે ગણપતિજીની આરાધના કરવામાં આવી રહી છે.

માળીયા મિયાણા બગસરા ગામ સમસ્ત દ્વારા ગણેશોત્સવ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે ગામ સમસ્ત દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.બગસરા ગામના સરપંચ મહેબૂબભાઈ સુમરા અને શિવ ગ્રુપ દ્વારા ગામ સમસ્ત માટે ગણેશોત્સવનું સુંદર આયોજન કરાયું છે જેમાં દરરોજ શ્રદ્ધા પૂર્વક ગ્રામજનો દ્વારા મહાઆરતી, પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આગામી તા. ૨૧ ના રોજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.

મોરબીના ગોર ખીજડિયા ગામે સિદ્ધનાથ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ : દરરોજ રાત્રે દાંડિયારાસની રમઝટ
મોરબી : મોરબીના ગોર ખીજડિયા ગામે સિદ્ધનાથ ગ્રુપ દ્વારા આ વર્ષે પ્રથમ વખત જ ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે, પાંચ દિવસ માટે બિરાજમાન થયેલા દુંદાળા દેવને પ્રસન્ન કરવા દરરોજ આરતી, થાળનું આયોજન કરી ગ્રામજનો દ્વારા ભક્તિ કરવામાં આવી રહી છે. મોરબી નજીકના ગોર ખીજડિયા ગામે પ્રથમ વખત જ સિદ્ધનાથ ગ્રુપના યુવકો દ્વારા પાંચ દિવસ માટે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રીના ભક્તજનો દાંડિયા રાસની રમઝટ બોલાવવાની સાથે સમૂહ આરતી, થાળ નો લાભ લઇ રહ્યા છે.વધુમાં આગામી તા. ૧૭ ના રોજ પાંચ દિવસ પૂર્ણ થતાં ભક્તો દ્વારા બાપાને વિદાયમાન આપવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ગ્રુપના પ્રેમજીભાઈ ચાવડા, પ્રવીણભાઈ કંઝારીયા, રામજીભાઈ નકુમ સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text