મોરબી : પર્યુષણ પર્વના પ્રથમ દિને ધર્મનાથ દાદાની આંગી કરાઈ

મોરબી : પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ગઈકાલથી પ્રારંભ થયો છે. પર્યુષણ પર્વ નિમિત્તે મોરબીના દેરાસરો તેમજ જીનાલયો વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠ્યા છે. ત્યારે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિને મોરબી મૂળનાયક ધર્મનાથ દાદાની આંગી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો હતો.