મોરબીની શાળા કોલેજોમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી

મટકીફોડ સહિતના કાર્યક્રમોને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યા

મોરબી : મોરબી પંથકની અનેક શાળા કોલેજોમાં જન્માષ્ટમીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળા કોલેજના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમીના આ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.

આગામી સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ત્યારે મોરબી પંથકની શાળા કોલેજોમાં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ, ભારતી વિદ્યાલય, સર્વોપરી વિદ્યાલય, શિશુમંદિર સહિતની શાળાઓ તેમજ કોલેજોમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ સાથે શાળા કોલેજોના સ્ટાફે પણ ઉત્સાહભેર ભેર જોડાઈને કાર્યક્રમોને મન ભરીને માણ્યા હતા.