મોરબીના કાંતિનગરમાં અને માળિયાના ખાખરેચી નજીક જુગાર રમતા ઝડપાયા

- text


મોરબી : મોરબીના કાંતિનગર ગામે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂ. ૧૫૨૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તેમજ માળિયાના ખાખરેચી નજીક જુગાર રમતા ૫ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૩૯૯૮૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કાંતિનગર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને સલીમ કરીમ ભટ્ટી, અકબર દાઉદ મિયાણા, ઇમરાન આદમ, રણજીત ગંગારામ વાઘેલા અને કેશુભાઈ પ્રેમજીભાઈ ધંધુકીયાને ઝડપી લઈને ૧૫,૨૦૦ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જ્યારે માળીયાના ખાખરેચીથી ચીખલી ગામ જવાના રસ્તે રમેશભાઈ કૈલાની વાડીમક જુગાર રમતા રમેશ ત્રિભોવન કૈલા, મનસુખ વાલજી કૈલા, નારાયણ ત્રિભોવન કૈલા, દિલીપ કાળું કૈલા, રમેશ રામજી બાપોદરિયાને પોલીસે રોકડ રૂ. ૩૯૯૮૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text