વાંકાનેરમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું

- text


પોલીસે તમાકુના પેકીંગ બનાવવાની સામગ્રી, ઇકો કાર સહિત ૭,૮૦ લાખનો મુદામાલ જપ્ત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પ્રખ્યાત બ્રાન્ડની ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું અને પેકીંગ કરી વેચવાનું જબરું કૌભાંડ ઝડપી લઈ પોલીસે મીની કારખાનામાંથી તમાકુના ડબ્બા, પેકીંગ મશીનરી અને ઇકો કાર કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે ડુપ્લીકેટ તમાકુનો જથ્થો શંકાના આધારે ઝડપી પાડી સી.આર.પી.સી એક્ટ ૧૦૨ મુજબ તમાકુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ડુપ્લીકેટ તમાકુનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

- text

વધુમાં આ ડુપ્લીકેટ તમાકુ બનાવવા અને વેચવાના કૌભાંડમાં પોલીસે મહંમદસફી અનવરભાઇ પરાસરા ની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી ડુપ્લીકેટ તમાકુના ડબ્બા નંગ ૧૬૦૦,કિંમત રૂ.૩૨૦૦૦, GJ03HR ૪૦૮૫ નંબરની ઇકો કાર કિંમત રૂપિયા ૩ લાખ ઉપરાંત આરોપીના ઘરેથી પેકિંગ અને લૂઝ તમાકુ, તમાકુના પેકિંગ મશીન અને અન્ય સામગ્રી કબજે કરી કુલ રૂ.૭,૮૦,૫૪૫ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text