મોરબીમાં નોકર શેઠની ગાડી લઈ છુમંતર…

- text


દૂધની ડેરીમાં કામ કરતા કારીગરને ગાડી આપવી ભારે પડી

મોરબી : મોરબીમાં દૂધની ડેરીમાં કામ કરતા કારીગર ઉપર ભરોસો કરી ગાડી આપવી શેઠને ભારે પડી હતી, શેઠની ગાડી હાથમાં આવ્યા બાદ કારીગર છુંમંતર થઈ જતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે રહેતા શિવ શંકર ડેરીના સંચાલક વિવેક ગુણવંતરાય રામાવતે પોતાની વર્ના કાર ડેરીમાં કામ કરતા કારીગર દિનેશ રામભાઈ ડારાને આપી હતી પરંતુ કારીગર દિનેશ અજાણ્યા ઇસમ સાથે મળીને બંને કાર ચોરી કરી નાસી ગયા હતા

- text

આ મામલે શિવ શંકર ડેરીના સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી રૂપિયા ૯.૫૯ લાખની કિમતની કાર ચોરી થવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

- text