મોરબીમાં ગીર ગાય માટે વિશિષ્ઠ હોસ્ટેલ શરૂ થશે

- text


મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા ગાયનો શોખ ધરાવતા લોકો માટે સુવિધા

મોરબી : લુપ્ત થવાના આરે ઉભેલી સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમી ગીર ગાયના સંવર્ધન માટે મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા નવા જ કોન્સેપ્ટ સાથે સુરભી ગીર ગાય હોસ્ટેલ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, જો કે આ હોસ્ટેલ કે ગીર ગાય રાખવાનો શોખ કોઈ સામાન્ય પરિવારને પરવડી શકે તેમ નથી !

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા મચ્છુનદી ડેમના કાંઠે નવાગામ નજીક વિશાળ જગ્યામાં ગીર ગાય માટે ખાસ હોસ્ટેલ બનાવવામાં આવશે જ્યાં ગાયને મુક્ત અને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવશે, સાથે સાથ સુરભી હોસ્ટેલમાં ગાય રાખનાર ફેમિલી માટે પીકનીકનું આયોજન કરી સ્વિમિંગ પુલ, હીંચકા, લપસીયા સહિતની સુવિધાઓ પણ આપવામાં આવશે.

વધુમાં સંપૂર્ણ પણે ઓર્ગેનિક વાતાવરણમાં ગાયને રહેવાની સુવિધા હોવાથી દૂધ પણ ઓર્ગેનિક સીધું ઘરે જ પહોચાડવામાં આવશે તેમજ દૂધ દોહવાની કાર્યવાહી પણ કોઈ પણ મેમ્બર ઓનલાઇન જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

- text

જો કે સુરભી ગીર ગાય હોસ્ટેલના નિયમો અને શરતો થોડી મોંઘી છે, છતાં જે લોકો શુદ્ધતાના આગ્રહી છે અને ગાયનો નિભાવ કરવા માંગે છે તેમના માટે નજીવી રકમ ગણી શકાય હોસ્ટેલની શરતો નીચે મુજબ છે.
(૧) સભ્ય રજીસ્ટ્રેશન ફી રૂ. ૨૫૦૦૦ રહેશે
(૨) ૧ ગીર ગાય તમારા ખર્ચે ખરીદી ને પુરી પાડવાની રહેશે અન્ય ઓલાદની ગાયને સંસ્થામાં રાખવામા આવશે નહી
(૩) ગીર ગાયની ખરીદી માટે અમારા નિષ્ણાંત ડૉક્ટર તમને પુરતુ માર્ગદર્શન તેમજ મદદ કરશે, એટલે કે ગીર ગાયની પસંદગી માટે તમારી સાથે પણ આવશે, અથવા તમારા કહેવાથી લઈ આપવામાં આવશે.
(૪) તમારી ગાયને નિભાવ ખર્ચ દર મહિને રૂ. ૨૫૦૦૦ આપવાના રહેશે.
(પ) હોસ્ટેલ શરૂ થયાની તારીખ જાહેર કરવામાં આવશે, ત્યાર પછી ત્રણ માસમાં ગાય પુરી પાડવાની રહેશે.
(૬) તમારૂ દુધ તમે આપેલા ચાર સરનામાના ઘર સુધી પહોંચાડવામાં આવશે. જેનો કોઈપણ ચાર્જ લેવામા નહીં આવે.
(૭) ૬-માસ સુધી ગાય સાથેનું વાછરડુ ફ્રી ઓફ ચાર્જ ઉછેર કરવામાં આવશે. ૬ માસ પછી વાછરડુ નિભાવવાનો ખર્ચ દર માસૈ રૂ. ૫૦૦૦ આપવાનો રહેશે અને આ ખર્ચ ૬ મારા માટે નો છે.
(૮) ૧૨ માસ પછી જો તમારે વાછરડુ જોઈતુ હોય તો દર માસૈ રૂ. ૧૦૦૦૦ નિભાવ ખર્ચમાટૅ આપવાના રહેશે અન્યથા સંસ્થા આ વાછરડું કોઈપણ જાતના વળતર વગર રાખી લેશે
(૯) ગાયના ઓલાદ સવંર્ઘન ઉચ્ચ કોટીના ગીર ઓલાદના સાંઢ થી કરવામાં આવશે અથવા ગીર ઓલાદના સાંઢના બિજ દાનથી કરવામાં આવશે જેનો ખર્ચ સભ્યને ભોગવવાનો રહેશે.
(૧૦) વાછરડુ (ગાય કે સાઢ) મોટા થયા પછી સામાન્ય સંજોગોમાં ગીર ગાયની રકમ રૂ. ૩ થી ૬ લાખ હોય છે અને સારા ગીરના સાંઢની કિંમત રૂ. ૬ થી ૧૦ લાખ સુધી ની હોય છે.
(૧૧) દર વર્ષે બઘા ખર્ચમાં ૭.૫ % નોં વધારો થઈ શકે છે. .

સભ્ય નોંધણી માટે
ગીરીશભાઈ પેથાપરા 84694 52145, કે.જી.કુંડારીયા 98252 22705, પ્રઘ્યુમનભાઈ માકાસણા 98250 24736, ચંદુભાઈ છત્રોલા 63538 47160, કૃણાલ પટેલ 79909 28372, હેમલભાઈ પેથાપરા 97270 97250 નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

- text