મોરબી જીલ્લા ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ

- text


૨૧ ઓગસ્ટ સુધી ચાલશે સદસ્યા વૃદ્ધિ અભિયાન : સંગઠન પ્રભારી, જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ

મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન -૨૦૧૮નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સદસ્યતા વૃદ્ધિ અભિયાન ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમા સાંજના ૪વાગ્યા થી એક સાથે શરૂ કરવામાં આવેલ છે. જે આજથી લઈને ૨૧ ઓગષ્ટ સુધી ચાલશે. આ સદસ્યતા વૃદ્ધિ અભિયાન દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સભ્ય તરીકે પ્રવેશ મેળવવા માટે પ્રદેશ તરફથી ૧૮૦૦ ૨૬૬ ૧૦૦૧ આ ખાસ નંબર આપવામાં આવેલ છે.

આ નંબર ઉપર નવા જોડાવા ઇચ્છતા પ્રાથમિક સભ્ય એ પોતાના મોબાઈલ નંબર પરથી મિસકોલ કરવાનો રહેશે. જેના પ્રત્યુતરમાં એક એસ.એમ.એસ. મળશે. આ મેસેજમાં આપની સંપૂર્ણ વિગતો મોકલી આપવાની રહેશે. તેમજ સદસ્યતા વૃદ્ધિ અભિયાન માટે એક પ્રદેશ કક્ષાએ થી નક્કી કરેલા ફોર્મમાં નવા જોડાઈ રહેલા સભ્યની સંપૂર્ણ વિગતો ભરવા જણાવેલ છે અને ત્યાર બાદ વિગતો જિલ્લા કક્ષાએ થી પ્રદેશ કક્ષાએ મોકલી આપવા જણાવામાં આવેલ છે.

આ સદસ્યતા વૃદ્ધિ અભિયાનના માધ્યમથી જોડાઈ રહેલા સદસ્યોને પ્રદેશ તરફથી આવનારા સમયમાં પ્રશિક્ષણ મહાઅભિયાન દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે. જેથી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની લોક કલ્યાણ માટેની યોજનાઓ જન-જન સુધી પહોચાડી શકાય. સદસ્યતા વૃદ્ધિ અભિયાનના મોરબી જિલ્લા ઇન્ચાર્જ તરીકે નાગજીભાઇ બાવરવા અને સહ ઇન્ચાર્જ તરીકે પ્રદ્યુમનભાઈ(પ્રદીપભાઈ) પટેલ અને વિપુલભાઈ સંતોકીને જવાબદારી સોપવામાં આવેલ છે. અને મોરબી શહેર ઇન્ચાર્જ તરીકે નીતિનભાઇ સેતાને જવાબદારી સોપવામાં આવેલ છે.

- text

મોરબી જિલ્લામાં મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે આ સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવા માટે અને માર્ગદર્શન આપવા માટે પ્રદેશ કક્ષાએથી મોરબી જિલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણજારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી ગ્રામ્ય ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, પ્રદીપભાઇ વાળા, જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલ, મોરબી શહેર મહામંત્રી હસુભાઈ પંડ્યા, રિશીપભાઈ કૈલા તેમજ મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ભરતભાઇ જારીયા,  પ્રકાશભાઈ ચબાડ,ક્રિપાલસિંહ જાડેજા, પરેશભાઈ કચોરીયા, જયવંતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, ચેતનભાઈ એરવાડીયા સહિત ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા અને મંડલના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને આ અભિયાનમાં સદસ્યતા નોંધણી શરૂ કરેલ હોવાનું મોરબી જિલ્લા કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવાયુ છે.

- text