પાટીદારમાંથી બનાવો તો જાકાસણીયા નહીંતર હરદેવસિંહ અથવા કણઝારીયાને પ્રમુખ બનાવજો

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ત્રણ નામોની પ્રદેશ પ્રમુખને ભલામણ કરતા વાંકાનેરના ધારાસભ્ય મહમદ પીરઝાદા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના સભ્યો

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ત્રણ નામોની પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા સમક્ષ મોરબી જિલ્લાના અગ્રણીઓએ ભલામણ કરી હતી. અગ્રણીઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ જાકાસણીયા, હરદેવસિંહ જાડેજા અને લક્ષ્મણભાઇ કણઝારીયાનું નામ મૂક્યું હતું.

આજ રોજ વાંકાનેરના ધારાસભ્ય મહમદ પીરઝાદા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલાબભાઈ પરાસરા, જીવણભાઈ કુંભાવાડિયા, ઘનશ્યામભાઈ જાકસણીયા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જગદીશભાઈ દૂધરિયા, મનસુખભાઇ સરવડીયા, રાજેશભાઇ ચૌહાણ, હરેશભાઇ ચાડમિયા, વીંઝવાડિયા પ્રભુભાઈ, અકબરભાઈ બાદી, નવઘણભાઈ મેઘાણી, મહેશભાઈ રાજકોટિયા, રાજેશભાઇ માલકીયા અને અમુભાઈ હૂંબલે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી મામલે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને રજુઆત કરી હતી.

- text

મોરબી જિલ્લાના કોંગી અગ્રણીઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રજુઆતમાં જણાવ્યું કે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જો પાટીદાર સમાજમાંથી નીમવામાં આવે તો ઘનશ્યામભાઈ જાકાસણીયાને તથા અન્ય સમાજમાંથી નીમવામાં આવે તો હરદેવસિંહ જાડેજા અથવા લક્ષ્મણભાઇ કણઝારિયાને જવાબદારી સોંપવામાં આવે.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણીને જ જવાબદારી સોંપવામાં આવે જેથી સંગઠન મજબૂત બને તેવી માંગ કરી હતી.

- text