મોરબી : સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરાયા

- text


મોરબી : મોરબીના પીપળી ગામે આવેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં શાળાના વિજ્ઞાનના શિક્ષકોએ બાળકો માટે વિશેષ વર્ગ ગોઠવીને વૃક્ષ અને વરસાદ વચ્ચેનો સીધો સંબંધ સમજાવ્યો હતો. સાથે બાળકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં પીપળી પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં શાળાના વિજ્ઞાન શિક્ષક મયંક પટેલ અઘારા અને પ્રદિપ જેઠલોજાએ વિદ્યાર્થીઓને વરસાદ અને વૃક્ષો વચ્ચેનો સંબંધ સવિસ્તાર પૂર્વક સમજાવ્યો હતો. સાથે વૃક્ષો વાવો અને વરસાદ લાવો ઉક્તિને વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવી હતી. આ ઉપરાંત શિક્ષકોએ વિદ્યાર્થીઓને મીઠું બાષ્પીભવનની પ્રક્રિયાથી મળતું હોવાનું પ્રયોગ દ્વારા સમજાવ્યું હતું.

- text

- text