હળવદ જીઆઈડીસીના પ૦૦થી વધુ મજુરોની અચોક્કસ મુદ્‌તની હડતાલ

- text


આગામી સમયમાં ભાવ વધારાની માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી : અગાઉ આઠ દિવસ પહેલા લેખિત રજુઆત કરાઈ હોવા છતાં પરિણામ શુન્ય ? સાત વર્ષથી એક જ ભાવ !

હળવદ : હળવદના જીઆઈડીસી વિસ્તારમાં મીઠાના કામ સાથે સંકળાયેલા પ૦૦થી વધુ મજુર વર્ગ ભાવ વધારાની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા મીઠાના કારખાના ધારકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ત્યારે બીજી તરફ જયાં સુધી ભાવ વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી મીઠાના કામથી અડગા રહેવાનું મન મજુર વર્ગએ બનાવી લીધું હોવાનું જણાવ્યું હતું.
હળવદ જીઆઈડીસી વિસ્તારમાં આશરે ૧૭થી વધુ મીઠાના કારખાના આવેલા છે જેમાં પ૦૦થી વધુ મીઠાના પેકીંગ માટે મજુર વર્ગ બહોળી સંખ્યામાં કામ કરી રહ્યો છે ત્યારે આજરોજ મજુરીના ભાવ વધારાની માંગ સાથે પ૦૦થી વધારે મજુર વર્ગ અચોક્કસ મુદ્‌તની હડતાલ પર ઉતરી જતા ભારે દોડધામ મચી જવા પામી છે. મજુરની મુખ્ય માંગોમાં એક કિલો પેકીંગની ૧૦૦૦ થેલી ભરે છે જેનું મહેનતાણું હાલ ૮૦ રૂપિયા ચુકવવામાં આવે છે જયારે પ૦૦ ગ્રામની ૧૦૦૦ થેલીનું મહેનતાણું રૂ.૭૦ ચુકવાઈ રહ્‌યું છે ત્યારે આ મહેનતાણું છેલ્લા સાતથી માત્ર એક જ ભાવમાં ચાલી આવતું હોવાથી ૧૦ રૂપિયાના ભાવ વધારા સાથે માંગ કરાઈ છે. ઉપરાંત જીઆઈડીસીમાં વસાહત કરતા મજુરવર્ગને રહેવાની કોઈ સગવડતા નથી એટલું જ જીઆઈડીસી વિસ્તારના મજુરોને છેલ્લા કેટલાય સમયથી પાણીના પ્રશ્ને ઝુઝવું પડે છે. ત્યારે આ તમામ પરિÂસ્થતિને આજે જોતા મજુર વર્ગ અચોક્કસ મુદ્‌તની હડતાલ પર ઉતરી જતા જીઆઈડીસીના કારખાના ધારકોમાં ભારે ચિંતાનો મોજુ ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસીમાં વસતા મજુર વર્ગએ આઠ દિવસ પહેલા જ મીઠાના કારખાના ધારકોને ભાવ વધારાની માંગ સાથે લેખિતમાં રજુઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ માંગ સંતોષવામાં ન આવતા મજુરવર્ગમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે તો બીજી તરફ એક મજુર વર્ગના જણાવ્યા મુજબ મોંઘવારીની મારમાં મજુર વર્ગની હાલત કફોડી બની ગઈ છે ત્યારે આ તમામ પ્રશ્નોનો નિરાકરણ કયારે આવશે તે તો માત્ર જાવાનું રહ્યું.

- text

- text