મકનસરમાં જુગાર રમતા ચાર ઝડપાયા : રૂ.૭૨૬૦ રોકડ જપ્ત

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મકનસર ગામે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રૂપિયા ૭૨૬૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા બનો જોષીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી તાલુકા પો.સ્ટે.ના સર્વેલન્સ રટાફના એએસઆઇ એમ.સી.જાડેજા, પો.કોન્સ. જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, ઉજ્જ્વલદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા, અમિતભાઇ પટેલ તથા કિર્તીસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મકનસર ગામે જુગાર રમતો હોવાની બાતમી મળી હતી.

- text

જેને પગલે તાલુકા પોલીસ ટીમે મકનસર ગામે આરાધના નળીયાના કારખાના પાછળના ભાગેની શેરીમાં દરોડો પાડતા જાહેરમાં ગજીપાના વડે પૈસા ની હારજીતનૌ તીન પતીનૌ જુગાર રમતા આરોપીઓ (૧) માવજીભાઇ મંગાભાઇ થરેસા, રહે.મકનસર (ર) સુરેશભાઇ ભુપતભાઇ વિંજવાડીયા, રહે.નવા૫રા વાંકાનેર જી.મોરબી (૩) નવિનભાઇ નરશીભાઇ, રહે.મકનસર તા.જી.મોરબી તથા (૪) જીવરાજભાઇ નરશીભાઇ ગડેશીયા, રહે.મકનસર તા.જી.મોરબી વાળાઓ કુલ રોકડા રૂપિયા ૭,૨૬૦ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો.

- text