મેઘરાજાને રીઝવવા ઉમા વિદ્યાસંકુલના બાળકોએ ઢૂંઢીયા બાપા ઘરે ઘરે ફેરવ્યા

- text


મોરબી : ઓણસાલ મેઘરાજાએ રૂસણા લેતા ધરતીપુત્રો બાદ હવે નાના ભૂલકાઓ પણ ચિંતિત બન્યા છે ત્યારે મોરબીમાં

મેઘરાજાને રીઝવવા માટે ઉમા વિદ્યા સંકુલના ભૂલકાઓ ઢૂંઢિયા બાપા ઘર ઘર સુધી લઈ જઈ મેઘરાજને હેત વરસાવવા કાકલૂદી કરી હતી.

ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં અપૂરતો વરસાદ વરસ્યો છે અને હમણા વરસાદની ખાસ જરૂર છે અને તમામ લોકો મેઘરાજાને રીઝવવા માટે ધૂન, ભજન વગેરે કાર્યો કરે છે, જ્યારે ઉમા વિદ્યા સંકુલના બાળકોએ આજરોજ મેઘરાજાને રીઝવવા માટે ઢૂંઢિયાબાપા ઘર ઘર સુધી લઈ જઈ વરસાદ માટે મેઘરાજાને વિનંતી કરી હતી.

- text

વધુમાં વિદ્યાર્થીઓએ ઉમા ટાઉનશીપની શેરીઓ અને ફ્લેટમાં ઢૂંઢિયાબાપા મેં વરસાવો… સુંડલે સુપડે મે વરસાવો” ની વિનંતી સાથે સવારી કાઢી હતી અને લોકોએ ફ્લેટ પરથી પાણીની વર્ષા કરી ઢૂંઢિયા બાપાને વધાવ્યા હતા.. બાળકોમાં ગામડાની પરંપરા જીવિત રહે તે માટે ઉમા વિદ્યા સંકુલના મેનેજમેન્ટ વતી એક નેક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text