મોરબી જિલ્લા પોલીસ દ્વારા GPSC ની પરીક્ષા માટે નિઃશુલ્ક વર્ગો

- text


૨૪ ઓગષ્ટથી ફ્રી કોચિંગનો પ્રારંભ : સેમિનાર યોજાશે

મોરબી : પોલીસ ખરા અર્થમાં પ્રજા ની મિત્ર હોવાનું મોરબી જિલ્લા પોલોસે સાબિત કરી બતાવ્યું છે, આગામી ૨૪ તારીખથી જિલ્લા પોલીસ દ્વારા GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક વર્ગો શરૂ કરવામાં આવશે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા દ્વારા યુવાનોને જીપીએસસી વર્ગ -૧ અને ૨ ની તાલીમ વિનામૂલ્યે મળી રહે તે માટે નિઃશુલ્ક વર્ગોનું આયોજન કરાયું છે.જે અંતર્ગત આગામી ૧૯ ઓગષ્ટના રોજ વિશેષ સેમિનારનું આયીજન કરાયું છે. GPSC ની પરીક્ષાની તાલીમ પૂર્વે યોજાનાર આ સેમિનારમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અંગે ચિંતન, અધિકારીઓ દ્વારા માર્ગદર્શન તેમજ અભ્યાસક્રમના દરેક ટોપિક વિશે સચોટ સાહિત્ય માર્ગદર્શન આપવામાં આવશે.

- text

આ તાલીમ વર્ગમાં જોડાવા માંગતા યુવક – યુવતીઓને નિઃશુલ્ક વર્ગ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે રજીસ્ટ્રેશન માટે મો. ૮૦૦૦૨૭૮૯૧૦ પર સંપર્ક કરવા જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલા ની યાદીમાં જણાવાયું છે.

- text