મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં માર્ગદર્શક સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની ઉમા વિદ્યાસંકુલમાં જી અને નીટ અંગેનો માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. જેમાં શાળાના ધો. ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં ડો. મનોજ રાઠોડે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત અવનવા સેમિનારોનું આયોજન કરે છે. જેમાં આજરોજ ડો. મનોજ રાઠોડનો ખાસ સેમિનાર યોજાયો હતો. જેમાં તેઓએ ધો. ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને જી અને નિટ વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. જેઓએ ખાસ વિદ્યાર્થીઓને રિસર્ચમાં આગળ વધી કંઈક ઇનોવેટિવ વિચારો રજુ કર્યા હતા અને મોરબીની એક કેમિકલ કંપનીની મુલાકાત લીધી હતી. તેઓએ મોરબીની મહેનતુ પ્રજાની ખૂબ પ્રશંસા કરી હતી. ડો.મનોજ રાઠોડે સેમિનારમાં હાજરી આપી તે બદલ ઉમા સાયન્સ સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયાએ તેમનો વ્યક્ત કર્યો હતો.

- text

- text