હળવદ પંથકની વિદ્યાર્થીનીઓને રાજય સરકાર દ્વારા અપાતી સાયકલો લેવા ઠેઠ રાજકોટ સુધી લાંબુ થવું પડે છે !

- text


રાજય સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા અનુ.જન જાતિ અને અનુ.જાતિના વિદ્યાર્થીઓને હળવદથી રાજકોટ ધક્કો ખાવો પડે છે

હળવદ : રાજયમાં આદિજાતિ વિકાસ નિગમ દ્વારા અનુ.જન જાતિ, અનુ.જાતિના વિદ્યાર્થીઓને ગુજરાત રાજય સ્વતંત્ર થયું ત્યારથી સરકારી લાભો શિષ્યવૃતિ, વિદ્યાર્થીનીઓને સાયકલ, ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે ત્યારે હળવદના આચાર્ય તેમજ વાલીઓએ રજુઆત કરી છે કે, એકબાજુ સરકાર ડીજીટલ ઈન્ડિયાની વાતો કરે છે અને બીજી બાજુ કાગળ ઉપર ફોર્મ દાખલાઓની માહિતી મંગાવે છે. તો આ તે કેવું ડીજીટલ ઈન્ડીયા ? તો સાથો સાથ વિદ્યાર્થીનીઓની સાયકલ લેવા માટે ઠેઠ રાજકોટ જવું પડે છે જેથી દરેક જિલ્લાના વાલીઓને આવા ધક્કા ખાવામાંથી છુટકારો મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ માંગ કરાઈ છે.

આદિજાતિ વિકાસ નિગમની કચેરી આખા સૌરાષ્ટ્રમાં એક જ રાજકોટ મથક હોવાથી અંતરીયાળ ગામડાના વાલીઓ તેમજ કર્મચારીઓ સહિત શાળાના આચાર્યોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધો.૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલો લેવા માટે છેક રાજકોટ ધક્કો ખાવો પડે છે જેથી સમયનો વેડફાટ થતો હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ એક જાગૃત આચાર્ય દ્વારા આ બાબતની રજૂઆત કરાઈ છે.

- text

સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ અવદશા છે ત્યારે ‘સોના કરતા ઘડામણ મોંઘી’ તેવો તાલ અહીં સર્જાયો છે. ઉપરાંત અનુ.જાતિ, અનુ.જન જાતિ માટે ફોર્મ ભરવા, આવકના દાખલાઓ, જાતિના દાખલાઓ સહિતના આધારો જિલ્લા મથકેથી લઈ સાયકલ લેવા માટે છેક રાજકોટ સુધી લાંબુ થવું પડે છે તો આ ડીજીટલ ઈÂન્ડયા કેમ ગણી શકાય છે? તે પણ એક યક્ષ પ્રશ્ન છે. તો વધારેમાં ઓછું આચાર્ય કે વાલીઓને શાળાના લેટરપેડ લઈને સ્વખર્ચે છેક રાજકોટ ધકકો ખાવો પડતો હોવાથી હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલોનું વિતરણ તાલુકા મથકે જ કરાય તેમ હળવદ પંથકના એક જાગૃત આચાર્ય સહિત વાલીગણ દ્વારા માંગ કરવામાં આવી છે.

- text