મોરબીમાં ડેમુ ટ્રેનને નઝરબાગ ખાતે હોલ્ટ કરાવીને ત્યાંથી સીટી બસ સેવા શરૂ કરવાની માંગ

- text


ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા માટે તંત્ર તાકીદે આ માટે કાર્યવાહી કરે તેવી લોકલાગણી

મોરબી : મોરબીની નટરાજ ફાટક પાસે દરરોજ ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા માટે નજરબાગ ખાતે ડેમુટ્રેનને હોલ્ટ આપીને ત્યાંથી પાલિકા દ્વારા સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

મોરબી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધતી જઇ રહી છે. જો ટ્રાફિક સમસ્યાને હાલ ગંભીરતા થી નહિ લેવાઈ તો આવનાર દિવસોમા પરિસ્થિતિ હજુ વધુ ખરાબ થતી જશે. શહેરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા નટરાજ ફાટકે દરરોજ એક એક કલાક સુધી વાહનોની કતાર લાગે છે. ત્યારે આ સમસ્યાના સમાધાન રૂપે નજરબાગ ખાતે ડેમુટ્રેનને હોલ્ટ આપવામાં આવે અને ત્યાંથી નગરપાલિકા દ્વારા સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તો ૯૦ ટકા હળવો થઈ શકે તેમ છે.

- text

આ ઉપરાંત નવલખી ફાટક મોટી કરવાની પણ પ્રબળ માંગ ઉઠી છે. જો આ ટ્રાફિક પ્રશ્ને તાત્કાલિક પગલા લેવામાં નહિ આવે તો રેલ રોકો આંદોલન કરવાની પણ અનેક લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

 

- text