મોરબી : ખત્રીવાડમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


પોલીસે રૂપિયા ૩૩૭૧૦ ની રોકડ સાથે પાંચેય વિરુદ્ધ ગુંન્હો દાખલ કર્યો

મોરબી : મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ શકુનીઓને રૂપિયા ૩૩૧૭૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

મોરબી શહેરમાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ આપેલી સૂચના અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે દરમિયાન ખત્રીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

- text

વધુમાં પોલીસે ખત્રીવાડ શેરી નંબર – ૨ માં હનુમાનજીના મંદિર પાસે જુગાર રમતા અમિત પરસોતમ નિમાવત, નરેશ પરશુરામભાઈ નિમાવત, રોનક અરુણભાઈ રાવલ, પિન્ટુ વલ્લભભાઈ દશાડિયા અને ધર્મેન્દ્ર કાનજીભાઈ રાડીયાને રૂપિયા ૩૩૧૭૦ ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text