વાંકાનેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં પેડક સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂ. ૧૨,૬૧૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમાં પેડક સોસાયટી પાસે જસદણ સીરામીક નજીક જુગાર રમતા નલિન વલ્લભદાસ ભંડીગજી, મોહન મગનભાઈ ચુનારા, મનસુખભાઇ કરમણભાઈ મકવાણા, ધર્મેન્દ્ર નવલસિંગ લોધા અને વિજય નાનજીભાઈ ચુનારાને પોલીસે પકડી પાડ્યા હતા.

પોલીસે રૂ. ૧૨,૬૧૦ની રોકડ, ૪ મોબાઈલ ફોન અને બે બાઈક સહિત રૂ. ૬૪૬૧૦નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text