ટંકારામાં સર્પ પકડવાની અનેરી સેવા કરતા મુસ્લિમ વૃધ્ધ

- text


અત્યાર સુધીમાં હજારો ઘરમાંથી સર્પ પકડીને સુરક્ષિત જગ્યાએ છોડ્યા છે

ટંકારા : ટંકારામાં મુસ્લિમ વૃધ્ધ દ્રારા સર્પ પકડવાની સેવા આપવામાં આવે છે. જાણે હાથેથી રમકડું પકડે તેમ આ વૃધ્ધ જીવતા જનાવર પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકે છે અત્યાર સુધીમાં કયા વૃદ્ધએ હજારો ધર માથી સર્પ પકડી પાડયા છે

આપણા ગુજરાતી માં એક કહેવત છે કે સાપ પણ ના મારે અને લાઠી પણ ન તૂટે એવાત અહીના ૬૦ વર્ષ ના મુસ્લિમ વૃધ્ધ ગનીભાઈ જુમાભાઈ મકવાણા એ સાર્થક કરી બતાવી છે ટંકારા તથા આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યારે કોઇના ધરે સાપ કે અન્ય ઝેરી જીવ નીકળે ત્યારે ગનીભાઈ ને જાણ કરતા ક્ષણ ભરની પ્રતિક્ષા કર્યા વિના નિસ્વાર્થ ભાવે જનાવર ને પોતાના હાથે પકડી કોય સુરક્ષિત જગ્યાએ છોડ્યાવે છે.

- text

ગનિભાઈ હિન્દુ મુસ્લિમ એકતાના જીવતા જાગતા દાખલા છે એ દરેક ને રામ કહી બોલાવે છે એક વખત સોખડામાં ભજન સાંભળવા ગયેલા અને હજારોની મેદની વચ્ચે નાગ નિકળતા ભાગા ભાગી મચી હતી ત્યારે ક્ષણભર ની રાહ જોયા વગર તરતજ નાગને પકડી દુર મુકવામાં આવ્યો હતા આ જોઈ સ્ટેજ કલાકાર ઈશ્વરદાન ગઢવીએ તેઓના ભરપેટ વખાણ કર્યા હતા.

- text