વાંકાનેર નગરપાલિકા દ્વારા આજથી ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરી શરૂ કરાશે

- text


વાંકાનેર : છેલ્લા ઘણા સમયથી વાંકાનેર માં સ્વચ્છતા ના પ્રશ્નો સર્જાતા જેમાં સ્ટાફની કમી કે ડોર ટુ ડોર કલેકશન ન કરી શકવાને કારણે ગૃહિણીઓ દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકવા ના કારણે પૂરતી સફાઇ ન થતી હોય વાંકાનેરમાં સ્વચ્છતા જળવાતી ન હતી.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત વાંકાનેર નગરપાલિકાને ટીપરવાન અને ટ્રેકટરોની ફાળવણી કરવામાં આવેલ જેના થકી સ્વચ્છતા જાળવી શકાય પરંતુ નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ડ્રાઇવર ન હોવાને લીધે આ સુવિધાનો પ્રારંભ થઇ શકેલ નહી જેથી નગરપાલિકા દ્વારા ડ્રાઇવરની ભરતી કરવામાં આવેલ અને આજથી આ ડોર ટુ ડોર કલેકશન ની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

આ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન ના આયોજનમાં ચાર ડોર કલેક્શન આપવામાં આવેલ છે અને બે પોઇન્ટ આપવામાં આવેલ છે જેથી વેસ્ટ કલેકશનમાં આસાની રહે જેને વિસ્તાર જોવા જઈએ તો
ડોર 1 – માં દિગ્વિજયનગર, કુંભાર પરા, આંબેડકર નગર, ભરવાડ પરા અને આરોગ્યનગર થી વેસ્ટ કલેકશન કરાશે.
ડોર 2 – માં પ્રતાપચોક, મણીકણી રોડ, દરબારગઢ, મેઈનબજાર, સિપાઈ શેરી, વાણિયા શેરી અને મુમના શેરીમાં વેસ્ટ કલેકશન કરાશે.
ડોર 3 – માં જીનપરા, માવાવાળી શેરી, કેન્દ્ર વિસ્તાર અને લક્ષ્મીપરા માં આવશે.
ડોર 4 – માં નવાપરા વિસ્તાર, અરુણોદય સોસાયટી, સ્વપ્નલોક સોસાયટી, મિલ પ્લોટ, હાઉસિંગ વિસ્તાર અને ગોડાઉન રોડ પર કલેકશન કરશે.
પોઇન્ટ 1 માં શહેરી વિસ્તારના અલગ-અલગ જાહેર પોઈન્ટ પરથી વેસ્ટ કલેકશન કરાશે.
પોઇન્ટ 2 માં માર્કેટ ચોક, પુલ દરવાજા, હવેલી શેરી, જૂની મામલતદાર કચેરી, ધર્મ ચોક, જીન પાસે, ગરાસિયા બોડીંગ રોડ અને કામદાર કેન્દ્ર પાસે વેસ્ટ કલેકશન કરાશે.

- text

આમ વાંકાનેરના મોટાભાગના વિસ્તારો આવરી લેતા હવે શહેર ચોખ્ખું રહેશે તેવી આશા રાખીએ. ખાસ તો ગૃહિણીઓએ જ્યારે પણ વાન વેસ્ટ કલેકશન માટે આવે ત્યારે ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપવો જેથી આ કર્મચારીઓને વેસ્ટ કલેકશન માટે સરળતા રહે.

જો આપના વિસ્તારમાં આ ટીપરવાન સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં ન આવે તો આપ વાંકાનેર નગરપાલિકાના સેનેટરી વિભાગ માં ફોન નંબર 02828220557 પર ફરિયાદ નોંધાવી શકો છો.

- text