ઇ – વે બિલ વગર મોરબીથી ટાઇલ્સ ભરી રાજસ્થાન – તામિલનાડુ જતા પાંચ ટ્રક ઝડપાયા

- text


હાઇવે પરથી સેન્ટ્રલ જીએસટી ટીમ દ્વારા પાંચ ટ્રક પકડી રાજકોટ લવાયા : તપાસ શરૂ

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગમાં મોટાપાયે જીએસટી ટેક્સની ચોરી કરાતી હોવાની હકીકત વચ્ચે સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા હાઇવે પર હાથ ધરવામાં આવેલ ચેકીંગ દરમિયાન મોરબીથી રાજસ્થાન અને તામિલનાડુમાં ઇ – વે બિલ વગરનો ટાઇલ્સનું મોટો જથ્થો ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ સેન્ટ્રલ જીએસટી આસી.કમિશનર વી.ડી.બહોરાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ હાઇવે ચેકીંગ દરમિયાન મોરબીથી રાજસ્થાન અને તામિલનાડુ તરફ ટાઇલ્સ ભરીને જઈ રહેલા પાંચ ટ્રકમાં ઇ – વે બિલ ન હોવાનું સામે આવતા જીએસટી વિભાગના અધિકારી ચોકી ઉઠ્યા હતા અને તાબડતોબ આ તમામ ટ્રકનો રાજકોટ વડી કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા હતા.

- text

વધુમાં આ મામલે સેન્ટ્રલ જીએસટી ટીમ દ્વારા મોરબી સુધી તપાસનો દૌર લંબાવવામાં આવ્યો છે અને ઇ – વે બિલ મામલે તપાસ બાદ આકરા પગલાં અને દંડનીય કાર્યવાહી કરવા માં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જીએસટીની અમલવારી બાદ હજુ પણ મોરબી સિરામિક ઉદ્યોગમે બદનામ કરવા અનેક ઈસમો દ્વારા ‘કબૂતર બિલ’ દ્વારા મોટાપાયે માલ મોકલી ટેક્સ ચોરી કરાતી હોવાનું પણ સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text