મોરબી : નવયુગ સંકુલ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

મોરબી : મોરબીના વીરપર ખાતે આવેલ નવયુગ સંકુલ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી ઉપરાંત ગુરુ સમક્ષ ભાવવંદના પ્રસ્તુત કરી હતી.

નવયુગ બી.એડ. અને એલ.એલ.બી કોલેજના સયુક્ત ઉપક્રમે નવયુગ સંકુલ વિરપર ખાતે ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓએ વિવિધ ક્રુતિઓ રજૂ કરી હતી.અને ગુરૂ શિષ્યની પરંપરા ને અનુરૂપ તમામ ગુરૂને આપણી પરંપરા પ્રમાણે કુમકુમ તિલક કરી વંદના કરી હતી.આ કાર્યક્રમમા સંસ્થા ના પ્રમુખ પી.ડી. કાજીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.