મોરબીના પીપળી ગામે હિટ એન્ડ રન : યુવકનું મોત

- text


મોરબી : મોરબીના પીપળી ગામે હાઇવે પર અજાણ્યા વાહને હડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માત સર્જીને વાહનચાલક નાસી છૂટ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વીગત મુજબ મોરબીના પીપળી ગામે મનીષ કાંટા પાસે રોડ ક્રોસ કરતી વેળાએ મહેશભાઈ ભૈયાલાલ બંસકાર ઉ.વ. ૩૨ નામના યુવકને કોઈ અજાણ્યા વાહને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો.

- text

આ મામલે યુવકના પત્ની ઇન્દ્રાબેન મહેશભાઈ બંસકરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text