હડમતિયા કુમાર પ્રા.શાળાના ૧૫૩ છાત્રોને અોરી રૂબેલાની વેકસિન આપવામા આવી

- text


હડમતીયા : ટંકારાના હડમતિયા કુમાર પ્રાથમિક શાળામા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અોરી રૂબેલા અેમ.અાર ની રસીકરણ અભિયાન અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને વેકસીન આપવામા આવી હતી.

આ પહેલા વાલી મિટીંગ બોલાવીને તમામ વાલીઅોને આ અભિયાન અંતર્ગત જાગૃત કરી અોરી રુબેલાની રસીકરણ અવશ્ય કરવા જણાવ્યુ હતું તમામ વાલીઅોઅે અંગત રસ દાખવી પોતાના બાળકોને આંગળી પકડી સ્કુલે રસીકરણ કરાવવા અને ૧૦૦% આ અભિયાનને સફળ બનાવવા લાઈન લાગી હતી.

- text

આ પ્રસંગે હડમતિયા કુમારશાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, શિક્ષકગણ, આરોગ્યના કર્મચારી સુપરવાઈઝર મધુબેન ગૌસ્વામી, અે.અેન.અેમ. બિનાબેન, અેમ.પી.અેસ. ડબલ્યું જગદીશભાઈ જાની, આશાવર્કર હંસાબેન અજાણા, વનીતાબેન મકવાણા, હંસાબેન ચાવડા હાજર રહી સફળ કામગીરી બજાવી હતી.

 

- text