મોરબી : જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળ નો શાનદાર દેખાવ

- text


ગુરુકુલના છાત્રોએ અન્ડર-૧૪માં પ્રથમ અને અન્ડર-૧૭માં દ્વિતીય ક્રમ મેળવ્યો
મોરબી : મોરબી જિલ્લા રમત ગમત કચેરી આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગુરુકુળના છાત્રોએ અન્ડર-૧૪માં પ્રથમ અને અન્ડર-૧૭માં દ્વિતીય ક્રમ હાંસલ કરી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

- text

જિલ્લા રમત-ગમત કચેરી મોરબી દ્વારા આયોજિત સશ્રતો મુકરજી ફુટબોલ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુળ મોરબીના છાત્રોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા. નાલંદા વિઘાલયમાં યોજાયેલ આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ અંડર-૧૪માં પ્રથમ કમ અને અંડર-૧૭માં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરી પોતાની શારીરિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો. સંસ્થાસંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ તકૅ વિધાર્થીઓને આશીર્વાદ સહ શુભકામના પાઠવી હતી. છાત્રોના વૃદ્ધિ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા ગુરુકુળના શિક્ષકો રામસર, પ્રવિણ સર, રમેશ સર, નિરજ સર વગેરે પણ શુભેચ્છાના હકદાર બન્યા હતા.

 

- text