મોરબીના શનાળા રોડ પર આવેલી સુપરમાર્કેટની સમસ્યાઓ નિવારવા કોર કમિટીની રચના

- text


પ્રમુખ તરીકે જીતુભાઇ ઝાલરિયા, ઉપપ્રમુખ તરીકે આનંદભાઈ અગોલા અને સતિષભાઈ દાસાડીયાની વરણી

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટની અનેક સમસ્યાઓનો નિકાલ કરવા માટે કોર કમિટીની રચના કરવામાં આવી છે. કોર કમિટીમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ છે. જેમાં પ્રમુખ તરીકે જીતુભાઇ જસમતભાઈ ઝાલરિયા, ઉપપ્રમુખ તરીકે આનંદભાઈ અગોલા અને સતિષભાઈ દાસાડીયાની વરણી કરવામાં આવી છે.

મોરબીના શનાળા રોડ પરની સુપરમાર્કેટમાં આશરે ૪૦૦ જેટલી દુકાન આવેલ છે. શોપિંગ કરવા માટે રોજ ઘણા બધા લોકો આવે છે જેમાં શહેર સહીત ગામડા ના લોકો પણ અહીં શોપિંગ કરવા આવતા હોય છે ત્યારે આ શોપિંગમાં પ્રાથમિક સુવિધા થી વંચિત છે. તો હાલ આ શોપિંગ માં સુવિધા મળી રહે એ માટે આજે કોર કમિટી ની રચના કરવા માં આવી છે

- text

મોરબીના શનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટમાં આજે કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ હતી. પ્રમુખ તરીકે જીતુભાઇ જસમતભાઈ ઝાલરિયા (પ્રીતમ ડિજિટલ સ્ટુડિયો), ઉપપ્રમુખ તરીકે આનંદભાઈ અગોલા અને સતિષભાઈ દાસાડીયા ની વરણી કરવામાં આવી હતી. આ સુપરમાર્કેટ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાથી હવે આ કમિટી આગામી દિવસોમાં સાફસફાઈ , લાઈટ વ્યવસ્થા , વાહન પાર્કિંગ સુવિધા , સિકયુરિટી વ્યવસ્થા , શૌચાલય, સી.સી.ટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરશે. અહી શોપિંગ કરવા આવેલ લોકોને કોઈ તકલીફના પડે એ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

- text