વાંકાનેર : ઘીયાવડ ગામની સીમમાંથી 9 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


મોરબી એલસીબીએ બાતમીના આધારે દરોડો પડી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ ઘીયાવડ ગામની ખાલીપો નામની સીમમાં આવેલ ભીમાભાઈ ની વાડી ની બાજુમાં ખરાબાની જમીનમાં આવેલ મકાનમાંથી આરોપી મહેશ ઘુસાભાઈ કોળી રહે. વણજારા નો અંગ્રેજી દારૂ 2472 બોટલ કુલ રકમ 915300 એક સ્કોર્પિયો ગાડી કિંમત 150000 મોબાઈલ 5000 આમ 1070300 નો મુદ્દામાલ ઝડપી પાડી મોરબી જિલ્લા એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ, જયવંતસિંહ ગોહિલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાના, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિરવભાઈ મકવાણા, હરેશભાઈ સરવૈયા અને રણજિતસિંહ જાડેજા વગેરે દ્વારા સફળતાપૂર્વક પકડી પાડવામાં આવેલ આરોપીની વધુ તપાસ કરતા આ માલ અનીરૂધ્ધસિહ ગંભીરસિંહ ઝાલા ઉર્ફે મોન્ટુભા રહે. ખેરવા વાળા નો હોવાનું ખૂલવા પામ્યું છે આ મુદ્દામાલને તાલુકા પોલીસ સ્ટેશનમાં રાખી વધુ તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે

- text

- text