લજાઈ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું

- text


મોરબી : મોરબી- રાજકોટ હાઈવે પર લજાઈ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચી છે. ટેન્કર પલટી મારતા તેમાં રહેલું કેમિકલ રોડ પર ઢોળાયુ હોવાની વિગતો મળી છે.

મોરબી- રાજકોટ હાઇવે પર લજાઈ ગામ પાસે આજ રોજ વહેલી સવારે ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારી જતા ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ટેન્કર પલટી જતા તેમાં ભરેલું કેમિકલ રોડ પર ઢોળાયું હતું.

- text

 

- text