હળવદ : માહિ ડેરીના બીએમસી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

- text


૪૦ જેટલા ગામના ૬૭ દુધના સેમ્પલો લેવામાં આવ્યા : ૩ સેમ્પલમા ભેળસેળ હોવાનું ખુલ્યું

હળવદ : રાજયભરમાં દુધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને સંપૂર્ણ આહાર મનાતા દુધમાં આરોગ્ય માટે હાનિકારક ગણાય તેવા પદાર્થો ભેળવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદોનું પ્રમાણ વધતા મોરબી જિલ્લા ફુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા એકાએક આજ સવારથી હળવદની માહિ ડેરીના બીએમસી પર દરોડા પાડતા ૪૦ જેટલા ગામના ૬૭ દુધના સેમ્પલો લેવામાં આવ્યા હતા.જેમાં એક સેમ્પલમાં સુગર અને ૩ સેમ્પલમાં પાણી વાળા હોવાનું બહાર આવતા દુધમાં ભેળસેળ કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ હળવદના મોલાકાજી સામે આવેલ માહી ડેરીના બીએમસીમાં આજરોજ મોરબી જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ ધામા નાખતા દુધ મંડળીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તદઉપરાંત હળવદ તાલુકાના ૪૦ ગામના ૬૭ દુધના સેમ્પલ લેવાયા હતા. જેમાં ગાયના દુધના ર૯ સેમ્પલ જયારે ભેંસના દુધમાંથી લેવાયેલ ૩પ સેમ્પલમાંથી ૪ સેમ્પલ ફેલ થયા હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં વેગડવાવ, એંજાર, ભલગામડાની દુધ મંડળીઓના સેમ્પલમાં એક સુગર અને ૩ સેમ્પલ પાણી વાળા હોવાનું જાણવા મળ્યું હતું.

- text

આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓફિસર ડી.આર.નાંઢાએ જણાવ્યું હતું કે, જે સેમ્પલ ફેલ થયા છે તે એફએસએસએઆઈના નિયમ મુજબ અખાદ્ય વસ્તુની ભેળસેળ ચીજવસ્તુઓની ભેળસેળ નથી. આ દુધમાં ઉરિયા, ડિર્ટજન્ટ, તેલ કે અન્ય કોઈ અખાદ્ય વસ્તુની ભેળસેળ મળી નથી. વધુમાં આ દરોડા દરમિયાન મોરબી જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગના અશોક દેવમુરારીએ લેબોરેટરી કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જાકે અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવતા હળવદ પંથકના દુધના ભેળસેળીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ડી.આર. નાંઢા, ફુડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, દુધમાં વધતી જતી ભેળસેળને ફરિયાદોને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં પણ હળવદ પંથકમાં વિવિધ મંડળીઓ પર જઈ દુધના સેમ્પલો લઈ ચકાસણી હાથ ધરાશે. જેમાં દુધમાં ભેળસેળ જણાશે તો સરકારીના નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

- text