વાંકાનેર : વીજળીનો ભોગ બનેલ બે તરુણોના પરિવારોને રૂ.૪ લાખની સહાયના ચેક અપાયા

- text


તાલુકા પંચાયતના સ્ટાફની ત્વરિત કામગીરી : માહિકા અને કાંછીયાગળામાં ભેંસ મૃત્યુ પામતા રૂ.૩૦ હજારની સહાય અપાઈ

વાંકાનેર : વાંકાનેરના અમુક વિસ્તારમાં ગત તા.૨૩ના રોજ ભારે ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો. તાલુકાના આગાભી પીપળીયા ગામમાં ક્ષત્રિય સમાજના બે યુવાનો ઉપર વીજળી પડતા બન્નેના મૃત્યુ થયા હતા. જ્યારે માહિકા ગામમાં મામદભાઈ બાદીના ઘરે વીજળી પડતા એક ભેંસનો મોત થયું હતું. આજ રીતે કાંછીયાગળામાં ધરજીયા મેરામભાઈ ભાવનભાઈની ભેંસ ઉપર વીજળી પડતા તેમની ભેંસનું મોત થયું હતું.

આવી કુદરતી આપતીમા સરકાર દ્વારા સહાય આપવામા આવે છે. આવી સહાયની મંજૂરી ડીડીઓ આપતા હોય છે, ઘણી વખત આવી પ્રોસેસમાં ઘણો સમય નીકળી જતો હોય છે. પરંતુ વાંકાનેર તાલુકા પંચાયતના સ્ટાફે આવા કામમાં અંગત રસ લઈને કામકાજના માત્ર ત્રણ દિવસમા જ પીડિત પરિવારને સહાયનું ચુકવણું કરી દીધું છે. આગાભી પીપળીયા ગામે વીજળી પડતા ૨ યુવાનોના મોત થયા હતા. આ બન્ને મૃતકના પિતા ટેમ્યુભા ઉમેદસિંહ જાડેજા અને જગદીશસિંહ જેઠુંભા જાડેજાને તા.૨૮ના રોજ તાલુકા પંચાયતમાંથી માથાકિયાભાઈ અને શેરસિયાભાઈ બન્ને રૂબરૂ જઈનેે રૂપિયા ચાર- ચાર લાખના ચેક દ્વારા સહાય ચૂકવી હતી.

- text

આજ રીતે માહિકા અને કાંછીયાગળામાં ભેંસના મોત થયા હતા તે બન્ને ભેંસના માલિકોને રૂપિયા ત્રીસ-ત્રીસ હજારની સહાય ચેક દ્વારા આપવામાં આવી હતી. આમ વાંકાનેરમાં કુદરતી આવી પડેેેલ આપતિમાં વાંકાનેર તાલુકામાં રૂપિયા ૮લાખ ૬૦હજારની સહાય તાલુકા પંચાયતના સ્ટાફે અંગત રશ લઈને પીડિત પરિવારને કામકાજના માત્ર ત્રણ દિવાસમાંંજ સહાય ચૂકવી આપી છે.

આવી કુદરતી આપતી ક્યારેય આવે ત્યારે તાલુકા પંચાયત વાંકાનેરમાં અથવા તાલુકા કે જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરવી જરૂરી છે. જિલ્લા કંટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ છે. આ નંબર ૩૬૫ દિવસ કાર્યરત રહે છે.

 

- text