માળીયાના મોટીબરારમાં ચાર જુગારી ઝડપાયા

- text


મોરબી : માળીયા પોલીસે બાતમીને આધારે મોટીબરાર ગામે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા ચાર ઇસમોને ઝડપી લઈ કુલ રૂપિયા ૧૨૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસવડા મોરબીની સૂચના અન્વયે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતનો સ્ટાફ પ્રોહી જુગારની બદી દૂર કરવા પેટ્રોલિંગમાં હતા ત્યારે માળીયા બી-બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન સાથેના મહિપતસિહ સોલંકીને ખાનગી રાહે હકીકત મળેલ કે મોટીબરાર ગામના વણકર વાસમાં અમુક માણસો જગર રમી રહયા હોવાની ચોક્કસ હકીકત મળેલ હોય જે અનુસંધાને અમો તથા સ્ટાફના માણસો તથા બે પંચો સાથે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલચાર ઇસમો ગંજીપતામાં તીનપતિનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોય જેઓને કોર્ડન કરી પકડી પડેલ જેમા (૧) વિનૌદભાઈ ખીમજીભાઇ મુનશી ઉ.૫૦ ધંધો મજુરી રહે. મોટીબરાર વણકરવાસ તા.માંળીયા ર્મી (ર) ભીમજીભાઈ વાલજીભાઈ જીતીથા ઉ.વ.૬૭ ધંધો નિવૃત્ત રહે. મોરબી લક્ષ્મીનગર મેઈન રોડ તા. મોરબી (૩) નાગદાનભાઈ ડાયાભાઈ મૈયડ ઉ.વ.૬૪ ધંધો ખેતી રહે જશાપર તા. માળીયા (૪) કાનજીભાઈ આલાભાઈ બાલાસરા ઉ.વ.૬ર ધંધો ખેતી રહે મોટીબરાર તા.માળીયા મી. જિ. મોરબી વાળાઓ પાસેથી રોકડ રૂપિયા રોકડા રૂપીયા તથા મોબાઇલ નંગ -૩ કીમત રૂ. ૨૫૦૦ તથા ગંજીપતા પાના નંગ-૫ર મળી કુલ રૂપિયા કુલ રૂ.૧૨૭૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

- text