હળવદના સુંદરગઢમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો : આરોપી ફરાર

- text


રર૦ લીટર દારૂ,૧ હજાર લીટર આથો અને બે બાઈક મળી કુલ ૪૦ હજારનો મુદામાલ કબજે

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામના સીમ વિસ્તારમાંથી રર૦ લીટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાનો આથો ૧ હજાર લીટર, મોટર સાયકલ સહિત રૂ.૪૦ હજારનો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડી એક શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જયારે પોલીસની રેડમાં આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ ફુલ્લા ફાલ્યા હોવાની બુમરાડો ઉઠી છે ત્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં બુટલેગરો દ્વારા દેશી દારૂ ગાળવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.
જયારે બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટાફ દ્વારા બ્રાહ્મણી નદીના પટમાં ઓચિંતી રેડ પાડવામાં આવતા દેશી દારૂ ગાળતા બુટલેગરોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.

- text

પોલીસે ઘટનાસ્થળેથી રર૦ લીટર દેશી દારૂ, ૧ હજાર લીટર દારૂનો આથો, બે મોટર સાયકલ સહિત કુલ રૂ.૪૦ હજારનો મુદામાલ કબજે કરી બુટલેગર આરોપી રમણીક કાળુ કોળી રહે. સુંદરગઢ વાળા સામે ગુનો નોંધી ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text