હળવદના ટ્રાવેલ્સ સ્ટેશન પાસે બાઇક અને સ્કૂટર વચ્ચે અકસ્માત : ૨ને ઇજા

- text


સ્કુટી અને બાઇક સામ-સામે અથડાતા સર્જાયો અકસ્માત : ઘાયલોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરાયા

હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન રોડ પર સ્કુટી અને મોટર સાયકલ સામ-સામે અથડાતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સરકારી તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. જાકે આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

- text

હળવદના બસ સ્ટેશન રોડ પર રાત્રીના નવ વાગ્યાની આસપાસ સ્કુટી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા લીયાકત રજાકભાઈ ઘાંચી (ઉ.વ.ર૦) રહે. શંકરપરા (હળવદ) અને હારૂનભાઈ દાદમહમદ મકરાણી (ઉ.વ.૪પ) રહે. જંગરીવાસ (હળવદ)ને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયાં ફરજના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જાકે આ બનાવના પગલે હોસ્પિટલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. જયારે આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પીએસઆઈ પી.જી.પનારા, બીટ જમાદાર હરેશભાઈ ચાવડા સહિતનાઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.

- text