વાંકાનેરમાં ત્રણ શખ્સોનો યુવક પર છરી વડે હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરમાં વાણિયા શેરીના નાકે અગાઉનો ખાર રાખી ૩ શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના જવાસા રોડ પર વાણિયા શેરીના નાકે અગાઉ બાઈક સામસામા આવી જતા તે વાતનો ખાર રાખી જગદીશભાઈ ડાયાભાઈ લામકા ઉ.વ.૨૧ રહે. પંચાસર પર હસન ઈસા મતવા, હુસેન ઈસા મતવા અને ફઝલ ઈસા મતવા રહે. બધા સિપાઈ શેરી, વાંકાનેર વાળાઓએ છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

- text

આ મામલે જગદીશભાઈએ વાંકાનેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text