મોરબીના શનાળા નજીક સ્પીડ બ્રેકરો જોખમી હાલતમાં : અકસ્માતનો ભય

- text


મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર આવેલા શનાળા ગામ નજીક જોખમી સ્પીડ બ્રેકરથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ઉપરાંત આ સ્પીડ બ્રેકરથી વાહન ચાલકો સામે જીવનું જોખમ પણ ઉભું થયું છે. ત્યારે આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબી રાજકોટ હાઇવે પર આવેલા શનાળા ગામ પાસે થોડા થોડા અંતરે રોડની બંને સાઈડ સ્પીડબ્રેકરો લગાવવામાં આવ્યા છે. આ સ્પીડ બ્રેકરો નજીક ખાડા પડી ગયા હોવાથી સ્પીડ બ્રેકરો જોખમી બની ગયા છે. સ્પીડ બ્રેકરોના કારણે વાહનો અસંતુલિત થઈને પડી જવાની ભીતિ રહે છે.

સ્પીડ બ્રેકરો નજીક ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાવાની શકયતા સેવાઇ રહી છે. જેથી આ બાબતે સંબંધિત તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

- text