મોરબીમાં છેલ્લા ૧૦ વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવતું બાલા હનુમાન ધૂન મંડળ

- text


ધૂન-કીર્તન કરી તેની આવકમાંથી ગાયો અને પક્ષીઓ સાથે જરૂરિયાતમંદ પરિવારોની સેવા

મોરબી : મોરબીમાં બાલા હનુમાન ધૂન મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ મંડળ ધૂન ભજન કરીને તેમાંથી થતી આવકમાંથી ગાયો અને પક્ષીઓની સેવા સાથે જરૂરિયાતમંદ દર્દીઓ અને ગરીબ કન્યાઓને સહાયરૂપ બની રહ્યું છે.

મોરબીના સામાકાંઠે આવેલા ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળ ગ્રુપ છેલ્લા ૧૦ વર્ષથી ધૂન ભજન કીર્તન કરીને અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરે છે. આ ધૂન મંડળ જ્યાં આમંત્રણ મળે ત્યાં ધૂન કીર્તન કરીને તેમાંથી થતી આવક સેવા પ્રવૃત્તિમાં વાપરે છે. જેમાં ગાયને નીણ નાખવી પક્ષીઓને ચણ નાખવું તેમજ બાળકો માટે બટુક ભોજન કરાવે છે. આ ઉપરાંત ગરીબ દર્દીઓને સારવારના ખર્ચમાં મદદરૂપ થાય છે.

- text

ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળ ગ્રૂપની સેવા પ્રવૃત્તિ અંગે રામાભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ ધૂન મંડળ છેલ્લા ૧૦ વર્ષથી સેવા પ્રવૃત્તિ કરે છે. નાતજાતનો કોઈ ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકોના આમંત્રણને માન આપી તેમના ઘરે ધૂન ભજનનું આયોજન કરે છે. સેવા પ્રવૃતિઓમાં પણ માનવ સેવા પરમોધર્મને સહાયરૂપ થાય છે.

 

- text