મોરબીમાં મફતમાં શાકભાજી આપવાની ના પાડતા વેપારી ઉપર છરી વડે હુમલો

- text


સિપાઈવાસના જગરી નામના શખ્સે સોનાના ચેનની લૂંટ પણ કરી

મોરબી : મોરબીમાં પોલીસનો ડર રહ્યો ન હોય તેમ લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં મફતમાં શાકભાજી લેવા આવેલા શખ્સને શાકભાજી આપવાની ના પાડતા કુખ્યાત શખ્સે છરી હુલાવી દઈ સોનાના ચેનની લૂંટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા હોલસેલ શાકભાજીના વેપારી દિનેશભાઇ કાથરાણી ઉપર ગઇકાલે વહેલી સવારના અરસામાં સિપાઈવાસમાં રહેતો અલ્તાફ ઉર્ફે જગરી કાસમભાઈ કુરેશી નામના શખ્સે છરી વડે હુમલો કરી સોનાની લૂંટ ચલાવી હતી.

- text

વધુમાં કુખ્યાત જગરી તેના મિત્ર સાથે એક્ટિવા પર દુકાને આવ્યો હતો અને દિનેશભાઇ પાસેથી શાકભાજી માગણી કરી ત્યારે દિનેશભાઇ બે દિવસ પહેલાના રૂપિયા ૮૦૦ માગતા આ શખ્શને સારું ના લાગતા તેણે વેપારી દુકાનમાંથી બહાર કાઢી છરી વડે તેના પર જીવલેણ હુમલો કર્યો અને સોનાનો ચેન લૂંટી ગયો હતો.

આ મામલે દિનેશભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી એ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવાના આ કિસ્સાના કારણે વેપારીઓ માં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.

 

 

- text