મોરબી ટ્રાફિક પોલીસ એક્ટિવ મોડમાં : આડેધડ પાર્કિંગ સામે લાલ આંખ

- text


૨૫ વાહનો ડિટેઈન અને ૧૫ જેટલા વાહનો ટોઈંગ કરી રૂ.૭૦ હજારનો દંડ ફટકાર્યો

મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસે આડેધડ પાર્કિંગ કરવામાં આવેલા વાહનો સામે લાલઆંખ કરીને બે દિવસમાં ૨૫ થી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા. આ સાથે આડેધડ પાર્ક કરેલા ૧૫ વાહનોને ટોઈંગ કરીને કુલ રૂ. ૭૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

મોરબી ટ્રાફિક બ્રાન્ચના પી.એસ.આઈ. દાફડા, નવનિયુક્ત પી.એસ.આઈ. રામદેવસિંહ જાડેજા અને પ્રદીપસિંહ વાઘેલા સહિતના સ્ટાફે નહેરુ ગેઈટથી ગ્રીન ચોક સુધી અને સીપીઆઈ ચોકથી શાક માર્કેટ સુધીના વિસ્તારોમાં ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઉપરાંત મહેન્દ્રનગર ચોકડી, માળીયા ફાટક, શનાળા-રવાપર રોડ, કન્યા છાત્રાલય રોડ સહિતના મુખ્યમાર્ગો પર ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી.

- text

આ બે દિવસની ટ્રાફિક ઝુંબેશમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે તવાઈ ઉતારવામાં આવી હતી. આ મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૨૫ બાઈક સહિત ૨૬ વાહનો તેમજ ૧૫ વાહનોને ટોઈંગ કરી રૂ.૭૦ હજારનો દંડ વસુલયો હતો.

 

- text