મોરબીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી : હજારો લોકોએ એકસાથે કર્યા યોગા

- text


બીનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી : મોરબીમાં યોગાસનનો મુખ્ય કાર્યક્રમ મોરબી ખાતેના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે ૬ કલાકે ગુજરાત રાજયના બીનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૬ હજાર થી વધુ લોકોએ એકસાથે યોગા કર્યા હતા.

મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં યોગાસનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. મુખ્ય કાર્યક્રમમાં કુલ-૬ હજારથી વધુ લોકો જોડાયા હતા. આમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ જુદી જુદી શૈક્ષણિક સામાજિક સંસ્થાઓના હોદેદારો સભ્યો નગરજનો ગ્રામ્યજનો ભાઇ-બહેનો તથા દિવ્યાંગજનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લઇ યોગાસન કર્યા હતા. આ તકે મોરબી જિલ્લા કલેક્ટર માકડીયા, ડીડીઓ ખટાણા , એસપી જયપાલસિંહ, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ ઉપરાંત મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા તેમેજ સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળા કોલેજો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text