વાંકાનેર અમરસર ફાટક નજીક અજાણ્યા યુવાનની લાશ મળી

પ્રાથમિક તપાસમાં મૃતક ભિક્ષુક હોવાની આશંકા

વાંકાનેર : વાંકાનેર રાજકોટ રોડ પર અમરસર ફાટક નજીક અવાવરું જગ્યામાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે એ.ડી. નોંધી મૃતક યુવાનની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં વાંકાનેર રાજકોટ હાઇવે પર અમરસર ફાટક નજીક કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાનું જાહેર થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે મોકલી આપી છે.

વધુમાં મૃતક યુવાન ભિક્ષુક જેવું જીવન ગાળતો હોવાનું અને સફેદ કલરના લેંઘો ઝભ્ભો પહેર્યા હોવાનું તેમજ શ્યામ વર્ણનો હોવાનું તપાસમાં જાહેર થયું છે, લાશ મળવા મામલે વાંકાનેર સીટી પોલીસે એ.ડી. નોંધી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.